હૉમ
પૉતાના વિષૅ
ટી.પી.-સ્કીમ
ડેવલપમેન્ટ
યૉજનાઑ
નગરપાલિકાઑ
ફૉટૉ ઞેલેરી
ટેન્ડર
સંપર્ક
પૉતાના વિષૅ ભાષા : અંગ્રેજી | ગુજરાતી
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ હેઠળ ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (A.U.D.A)ની સ્થપના તા. ૧-૨-૧૯૭૮ થી થયેલી છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંના વિસ્તાર ઉપરાંત તેની આજુબાજુ પથરાયેલી ૧૦૭ વસાહતો, ચાર શહેરી વિસ્તારો તેમજ અમદાવાદ જીલ્લાના ૧૦૩ ગામડાઓનો વિસ્તાર આવેલો છે.

સત્તામંડળ (ઔડા)ના વિસ્તારનો ફેલાવો કુલ ૧,૨૯,૪૬૫ હેક્ટર
(૧,૨૯૪.૬૫ ચો. કિ.મિ.) થવા જાય છે, જેમા અમદાવાદ શહેર (મ્યુનિસિપલ વિસ્તાર) ના ૪૪,૯૦૦ હેક્ટરના વિસ્તારનો પણ સમાવેશ થાય છે.
 
કાર્યક્ષેત્ર
અમદાવાદ શહેર બહારના વિસ્તારોને શહેરમાં રુપાંતરિત કરવા માટે સત્તામંડળ (ઔડા) દ્વારા આયોજન-બધ્ધ વિકાસના કાર્યક્રમો, પૂરતી સાધન-સામગ્રી તેમજ સ્વનિર્ભર રીતે વિકાસશીલ પ્રવૃતિઓ હાથ ધરવી, જ્યાં તમામ નાગરિકોને મૂળભૂત સેવાઓ સહેલાઇ થી ઉપલબ્ધ થઇ શકે.
 
કાર્યો
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના મુખ્યત્વે નીચે મુજબના કાર્યો છે, જેમાં :-
( ૧ )
શહેર વિકાસ વિસ્તાર માટે વિકાસ યોજનાઓ તૈયાર કરવાનું કામ હાથ ધરવું.
( ૨ )
નગર રચના યોજના (ટી.પી.સ્કીમ) તૈયાર કરવી અને તેના અમલીકરણનું કામ હાથ ધરવું.
( ૩ )
 
વિકાસ યોજનાઓ તેમજ નગર રચના યોજનાઓ (ટી.પી.સ્કીમ) તૈયાર કરવા માટે શહેરી વિકાસ વિસ્તારમાં સરવે કરવો.
( ૪ )
શહેર વિકાસ વિસ્તારમાં વિકાસ યોજના અનુસાર વિકાસ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું.
( ૫ )
 
પાણી પુરવઠા, ગંદા પાણી (સુવેઝ) ના નિકાલની તેમજ રસ્તાઓ સાથે સંકળાયેલા કામો કરવા અને આવાસની પ્રાથમિક સુવિધાઓ અને અન્ય સેવાઓ અને સગવડોના પ્રબંધ અંગેના કામો કરવા.
( ૬ )
 
 
 
વિકાસ યોજના હેઠળની દરખાસ્તોને અનુરૂપ અંગત પ્લોટ તેમજ રસ્તાઓના વિકાસ માટેની પરવાનગી માંગતી અરજીઓ પરત્વે કાર્યવાહી કરવી. આ અંગે સત્તામંડળ (ઔડા) યોજના તૈયાર કરે છે, અને રસ્તા તેમજ સગવડોની જવાબદારી લે છે, જ્યારે જમીનનો વિકાસ જે તે જમીન માલિકો દ્વારા થાય છે.
  કૉપીરઈટ © ૨૦૦૮, auda.org.in, ઑલ રઈટ્સ રીઝર્વડ