ગંદા પાણીના (સેવેજ) નિકાલ માટેના મોટા ભાગના પ્રોજેક્ટ પૂરા થયા છે કે પછી હાથ ઉપર છે.
વેજલપુર, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, મેમનગર, થલતેજ, ઘાટલોડિયા, ગોતા, નિર્ણયનગર અને રાણીપના ૩૯ કીલોમીટરના વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેના ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટ લગભગ પૂરા થવા પામેલ છે.
સરખેજ ગાંધીનગર હાઇવે થી સરદાર પટેલ રીંગ રોડ (આર-૨ અને આર-૩) સુધી ડ્રેનેજ નેટવર્ક માટે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને કામ હાલ ચાલુ છે.
અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે રીંગ રોડના ૬૦ મીટર અડીને ડ્રેનેજ નેટવર્ક અને ટ્રન્ક સેવરની યોજનાની ડિઝાઇન તૈયાર થઈ ગયેલી છે.
ઔડા (આઊડા) વિસ્તારમાં નવો સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બાંધકામ થવા પામેલુ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની દેખરેખ રાખી રહ્યા છે.
પાણી પુરવઠા પ્રોજેક્ટ : જાસપુરની નર્મદા કેનાલમાંથી પાણી મેળવવા ઔડાએ અંદાજીત રૂપિયા ૨૦૬ કરોડ નો પ્રોજેક્ટ તૈયાર કરેલો છે.
પ્રથમ તબક્કામાંનો રૂ.૧૦૬ કરોડનો પ્રોજેક્ટ :
નર્મદા કેનાલ થી દરેક ગામના કાર્ય સ્થળને સાંકળતી અંદાજે ૧૦૦ કિલોમીટરની મેઇન લાઇનનું કામ પૂરુ થયું છે. મોડેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ પુરો થયો છે.
બીજા તબક્કામાં પાણી પુરવઠા પ્રોજેક્ટ: દરેક ગામના કાર્યસ્થળથી દરેક ઘર સુધી પાણી પુરવઠાને સાંકળતી ૧૦૦ કરોડના કામો અંગેની પાણી- વહેંચણીના પ્રોજેક્ટનું કામ હાલ થઈ રહ્યુ છે.